Spoken Tutorial Technology/Dubbing a spoken tutorial using Audacity and ffmpeg/Gujarati
From Process | Spoken-Tutorial
Timing | Narration |
---|---|
00:00 | નમસ્કાર મિત્રો. લીનક્સ ઓપરેટીંગ સિસ્ટમમાં કેવી રીતે એક ભાષાથી બીજી ભાષામાં ડબ કરાય એ શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:10 | આના માટે તમને એક ઓડીયો ઇનપુટ ધરાવતા હેડસેટની અથવા સ્વતંત્ર માઈક અને સ્પીકરોની આવશ્યકતા રહેશે જેને તમારા કંપ્યૂટરથી જોડી શકાય. |
00:19 | ઓડેસિટી (Audacity®) ધ્વનિઓ (Sounds)નાં રેકોર્ડ અને એડીટીંગ (સંપાદન) હેતુ એક મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર છે. |
00:24 | તે Mac OS X (મેક ઓએસ X), Microsoft Windows (માઈક્રોસોફ્ટ વિન્ડોઝ), GNU/Linux (જીએનયુ/લીનક્સ) અને અન્ય ઓપરેટીંગ સિસ્ટમો માટે ઉપલબ્ધ છે. |
00:32 | તમે તેને આ સાઈટથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો. audacity.sourceforge.net/download |
00:39 | હું ઉબંટૂ લીનક્સ આવૃત્તિ ૧૦.૦૪ ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યો છું. |
00:44 | મેં પહેલાથી જ ઓડેસિટી આવૃત્તિ ૧.૩ ડાઉનલોડ કર્યું છે અને તેને સિનેપ્ટિક પેકેજ મેનેજર વડે મારા પીસી (કંપ્યૂટર) પર સંસ્થાપિત (ઇન્સ્ટોલ) કર્યું છે. |
00:52 | સોફ્ટવેરને ઉબંટૂ લીનક્સમાં કેવી રીતે સંસ્થાપિત (ઇન્સ્ટોલ) કરવું તે વિશે વધુ માહિતી માટે, |
00:57 | આ વેબસાઈટ પર ઉપલબ્ધ ઉબંટૂનાં મૌખિક ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
01:02 | સૌપ્રથમ અને અગત્યની વસ્તુ જે તમારે કરવાની જરૂર છે તે એ છે કે મૂળ વિડીયોને સાંભળો. |
01:09 | પછી સ્ક્રિપ્ટને એ રીતે ભાષાંતર કરો કે પ્રત્યેક વાક્યનું નર્રેશન (narration) ટાઈમ એ જ રહે અથવા એનાથી ઓછું રહે જે મૂળ સ્ક્રિપ્ટમાં એ વાક્ય માટે
|
01:18 | આને પ્રત્યેક વાક્યનાં શરૂઆતનાં સમયને નોંધ કરીને કરી શકાય છે. |
01:23 | જો તમે આ પ્રત્યેક વાક્ય માટે નથી કરી શકતા, તો આને તમે બે વાક્યોનાં સંયોજન માટે પણ કરી શકો છો. |
01:29 | એટલે કે પહેલા વાક્યનાં અંતમાં જો કઈ બંધબેસતુ ના હોય, તો બીજુ વાક્ય પૂર્ણ થવા પર સિંક (સુમેળ ક્રિયા) બરાબર થઈ જવી જોઈએ. |
01:37 | તે પણ શક્ય છે કે થોડાક શબ્દોને અથવા વાક્યો સુધ્ધાને પણ મૂળમાંથી છોડી શકાય, |
01:42 | જ્યાં સુધી તેનો અર્થ ન બદલાય ત્યાં સુધી. આ થઇ ગયું છે એની ખાતરી કરી લો. |
01:48 | હવે આપણે ઓડેસિટી ખોલીશું, ક્લિક કરો Applications (એપ્લીકેશન્સ), |
01:54 | તેને ચલાવવા માટે Sound&Video (સાઉન્ડ એન્ડ વિડીયો) અને ઓડેસિટીને પસંદ કરો . |
01:58 | આ તમારી સ્ક્રીન પર એક ખાલી પ્રોજેક્ટ ખોલશે.
મેનૂ બાર ઉપર તમે વિવિધ પ્રકારનાં વિકલ્પો જોઈ શકો છો જેમ કે file (ફાઈલ), edit (એડીટ), view (વ્યૂ), transport (ટ્રાન્સપોર્ટ), tracks (ટ્રેક્સ) અને અન્ય. |
02:11 | જેમ આપણે આગળ વધીશું તેમ આપણે આમાંથી અમુક વિશે શીખીશું. મુખ્ય મેનૂમાં, તમે જોશો VCR કંટ્રોલો (નિયંત્રણો) - Pause (પાઉઝ), Play (પ્લે), Stop (સ્ટોપ), Rewind (રિવાઇન્ડ), Forward (ફોરવર્ડ) અને Record (રિકોર્ડ). |
02:25 | આના પછી, તમને મળશે Audio tools (ઓડિયો ટૂલ્સ) ટૂલબાર. |
02:30 | આમાં સિલેક્શન (Selection) ટૂલો અને ટાઈમ શીફ્ટ (Time Shift) ટૂલો છે જેનો ઉપયોગ આપણે આ ટ્યુટોરીયલમાં કરીશું. |
02:36 | મૂળભૂત રીતે સિલેક્શન ટૂલ એક્ટીવ (સક્રિય) હોય છે. |
02:40 | ચાલો હવે એક ડબિંગ કરીએ. હું સાઈલેબ પરનાં એક ટ્યુટોરીયલ જે કે ઈંગ્લીશમાં છે તેને ચલાવીશ જે છે matrixoperation.wmv (ટ્યુટોરીયલ ચાલે છે) |
03:03 | અને મને ઓડેસિટીનાં મદદથી આ ટ્યુટોરીયલને હિન્દીમાં ડબ કરવું છે. મેં પહેલાથી જ તેનું ભાષાંતર કર્યું છે અને તેના સમયની નોધ લીધી છે જેવું કે પહેલા ઉલ્લેખ કર્યું હતું. |
03:14 | હવે હું તેને અહીંયા રિકોર્ડ કરવા જઈ રહ્યો છું. રિકોર્ડિંગ કરવા માટે, Record બટન ઉપર ક્લિક કરો અને નર્રેશન શરૂ કરો. |
03:22 | (साइलैब के इस्तेमाल से मैट्रिक्स ऑपरेशन के इस ट्यूटोरियल में आपका स्वागत है । इस ट्यूटोरियल के अभ्यास लिए आपके सिस्टम में साइलैब का संस्थापन होना आवश्यक है ।) |
03:32 | રિકોર્ડિંગ રોકવા માટે STOP બટન ઉપર ક્લિક કરો. તમને ઓડિયો ટાઈમલાઈન (ધ્વની સમયરેખા) ઉપર બે સ્ટીરીયો ટ્રેકોની નોંધ થશે જ્યાં નર્રેશનને જોઈ શકાય છે. |
03:43 | જે સ્પાઈક્સ વેવફોર્મો (તરંગો) છે. સ્ટીરીયો ટ્રેકોમાં ડાબી બાજુએ એકલ લેબલ વિસ્તાર તથા જમણી બાજુએ બે વેવફોર્મો (તરંગો) છે. |
03:50 | આ ઇનપુટનાં ૨ ચેનલોને અનુલક્ષે છે - ડાબું ચેનલ અને જમણું ચેનલ. |
03:56 | સાધારણ રીતે, એક વારમાં જ રિકોર્ડ કરો. જેથી કરીને તમને એક જ ઓડિયો ટ્રેક મળશે. આ કેસ (કિસ્સા)માં, વાક્યોની અંતર્ગત ૧ સેકંડ માટે અટકવાનું યાદ રાખો. |
04:08 | હવે પ્રત્યેક વાક્યની શરૂઆતમાં ક્લિપને નાના ક્લિપોમાં વિભાજીત કરો. ઓડિયો ટ્રેકોને નાના ક્લિપોમાં વિભાજીત કરવા માટે CTRL+I શોર્ટકટ છે. |
04:19 | હું અહીં ઓડિયોને વિભાજીત કરીશ. પહેલા નોંધાયેલા એ વાક્યનાં સમય સાથે બંધબેસતું કરવા માટે ક્લિપને ટ્રેક પર સ્લાઇડ (સરકાવવું) કરો. |
04:27 | 'ટાઈમ-શિફ્ટ' ટૂલ પસંદ કરો. કર્સર હવે બે માથાવાળા બાણની જેમ છે એની નોંધ લો. |
04:33 | હું ક્લિપને આ સમયમાં ખસેડીશ. યાદ રાખો, તમને અવળી દીશામાં જવું પડશે જે શરૂ થાય છે છેલ્લા ક્લિપથી પહેલા ક્લિપ સુધી. |
04:42 | આ એટલા માટે કે જ્યાં સુધી તમે જગ્યા નહીં બનાવો, ત્યાં સુધી પાછલું ક્લિપ એની જગ્યાએથી ખસી શકતું નથી. |
04:49 | આગળનું નેર્રશન એટલે કે આગળના વાક્યનું નેર્રશન સાથે શરુ કરવા માટે, સિલેક્શન ટૂલ ઉપર ક્લિક કરો, ટાઈમલાઈન (સમયરેખા) ઉપર આવેલ કોઈ એક ચેનલ પર ક્લિક કરો. |
05:01 | હવે શરૂ કરવા માટે રિકોર્ડ બટન ઉપર ક્લિક કરો, (साइलैब कंसोल विंडो खोलिए) હવે રોકાવા માટે સ્ટોપ બટન ક્લિક કરો. |
05:12 | આ બીજું નેર્રશન બીજા એક સ્ટીરીઓ ટ્રેકમાં આવશે. તેવી જ રીતે તમે વિવિધ નેર્રશનોને કે જે અલગ અલગ ટ્રેકો પર જોવામાં આવશે તેને રિકોર્ડ કરી શકો છો. |
05:22 | હવે આપણે જોશું કે કેવી રીતે આ તમામ નેર્રશનોનું એક સાથે જોડી શકાય અથવા તેમને એક જ ટ્રેક ઉપર લાવી શકાય. ટાઈમશિફ્ટ ટૂલ પસંદ કરો. |
05:32 | ઓડિયો ક્લિપને તેના ઉપર જમણું ક્લિક કરીને પસંદ કરો અને તેને પહેલા ઓડિયો ટ્રેકનાં અંતમાં ડ્રેગ-એન્ડ-ડ્રોપ (ખસેડવું અને મુકવું) કરો. એ જ રીતે તમામ ક્લિપો માટે આવુંજ કરો. |
05:43 | આપણે લેબલ વિસ્તારમાં X બટન ઉપર ક્લિક કરીને એક ઓડિયો ટ્રેક નીકાળી (રદ્દ કરવું) શકીએ છીએ. ચાલો હું બીજી ઓડિયો ટ્રેકને જે કે હવે ખાલી છે તેને રદ્દ કરું. |
05:51 | ક્લિપોને પહેલી ટ્રેક પર સ્લાઈડ (સરકાવવું) કરતી વખતે ધ્યાન રાખો કે ક્લિપોની begin time ( શરૂઆતનાં સમય)તેજ વાક્યના શરૂઆતનાં સમયને બંધબેસે' જેવું કે પહેલા નોંધ કર્યું હતું |
06:01 | એકવાર જયારે અમે વાક્યનાં શરૂઆતને તેના સમયના અનુરૂપ સિંક્રનાઇઝ (સુમેળ કરવું) કર્યું હોય ,આપણે પ્રોજેક્ટ (યોજના)ને સંગ્રહિત કરી શકીએ છે.આવું કરવા માટે, 'ફાઈલ' મેનૂમાં જઈને Save Project As 'સેવ પ્રોજેક્ટ એઝ' ઉપર ક્લિક કરો. |
06:15 | એક ડાઈલોગ બોક્સ (સંવાદ ખાનું) ખુલશે. OK ઉપર ક્લિક કરો. પછી તે ફાઈલ નામ માટે પૂછશે. હું આ ફાઈલ નામ આપી રહ્યો છું hindi _matrix operation. |
06:29 | ત્યારબાદ તે સ્થાન માટે પૂછશે જ્યાં તેને સંગ્રહિત કરવાનું છે. હું ડેસ્કટોપ પસંદ કરીશ અને 'સેવ' ઉપર ક્લિક કરીશ. આ પ્રોજેક્ટને એક .aup ફાઈલની જેમ સંગ્રહિત કરશે. |
06:41 | છેવટે, અંતિમ પ્રોજેક્ટને જોઈતા ઓડિયો ફોર્મેટ (બંધારણ)માં એક્સપોર્ટ (નિકાસ) કરો દા.ત. wav, mp3 અને બીજા અન્ય. |
06:49 | તે કરવા માટે, મેનૂ બાર પર જાઓ. ફાઈલ પર ક્લિક કરો. એક્સપોર્ટ વિકલ્પ પસંદ કરો. તેના પર ક્લિક કરો. |
06:58 | તે ફાઈલ નામ માટે પૂછશે. હું નામ આપીશ scilab_hindi _matrix_operation ની જેમ. |
07:06 | તે ઉપરાંત સ્થાન આપો જ્યાં તેને સંગ્રહિત કરવું છે. |
07:12 | ત્યારબાદ સંગ્રહિત કરવા માટે ફોર્મેટ પસંદ કરો. હું ogg ફોર્મેટ ક્લિક કરીશ અને પછી સેવ ઉપર ક્લિક કરીશ. |
07:21 | પછી તમે 'એડીટ મેટાડેટા' કહેવાતો એક બોક્સ મેળવશો. અહીં તમે તમારા જરૂર અનુસાર કલાકાર નામ અને બીજી માહિતીને ઉમેરી શકો છો. |
07:29 | OK ઉપર ક્લિક કરો. આ તમારી અંતિમ ઓડિયો ફાઈલ બનાવશે. |
07:35 | ffmpeg એક મુક્ત સ્ત્રોત ઓડિયો અને વિડીયો કનવર્ટર (રૂપાંતરણ કરનાર) છે જે મોટાભાગનાં પ્રમાણભૂત કોડેકોને આધાર આપે છે. તે એક ફાઈલ ફોર્મેટને બીજામાં ઝડપથી અને સરળતાથી કનવર્ટ કરી શકે છે. |
07:48 | http://ffmpeg.org/ પર ffmpeg માટે બાઈનરી (સોર્સ કોડ) ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. |
07:56 | ડાઉનલોડ ઉપર ક્લિક કરો. નીચે સ્ક્રોલ કરો અને યોગ્ય એકની પસંદગી કરો. |
08:09 | લીનક્સમાં પેકેજો કેવી રીતે સંસ્થાપિત કરવા એ શીખવા માટે, આ વેબસાઈટ પર ઉપલબ્ધ ઉબુન્ટૂ પરનાં મૌખિક ટ્યુટોરીયલો જુઓ. એકવાર જો તમે ffmpeg ને ડાઉનલોડ અને સંસ્થાપિત કર્યું, |
08:21 | તો તમે સરળ છતાં શક્તિશાળી કમાંડો (આદેશો)ને ચલાવવા દ્વારા એક મીડિયા ફાઇલમાંથી વિડીયો કે ઓડિયો ઘટકોને અલગ કઢાવવા અથવા ૨ જુદી મીડિયા ફાઇલોમાંનાં વિડીયો અને ઓડિયોને એકમાં જોડાણ કરવા માટે સમર્થ થઇ જશો. |
08:37 | ચાલો હું ટર્મિનલ વિન્ડો પર જાઉં. |
08:41 | ચાલો હું ટાઈપ કરું pwd એટલે કે “present working directory” અને એન્ટર દબાવું. આ મારી વર્તમાન કામ કરતી ડિરેક્ટરી (નિર્દેશિકા)ને દર્શાવે છે. Is કમાંડ (આદેશ) તમામ ફાઈલો અને ફોલ્ડરોની યાદી દર્શાવશે જે આ ડિરેક્ટરી (નિર્દેશિકા)માં મોજૂદ છે. |
08:56 | ચાલો હું ડેસ્કટોપ ડિરેક્ટરીમાં બદલી કરું અને તપાસું. CTRL+L ટર્મિનલ સ્ક્રીનને સાફ કરવા માટે. Is આ ડિરેક્ટરીમાં મોજૂદ ફાઈલોની યાદી દર્શાવવાં. |
09:15 | હવે ચાલો હું કમાંડ ટાઈપ કરું - ffmpeg -i compiling.wmv TEST0.ogv |
09:30 | -i સ્વિચ ffmpeg ને કહે છે કે ફાઈલ જે તરત તેનાં પછી છે, તે ઇનપુટ ફાઈલ છે. અહીં compiling.wmv એ ઇનપુટ ફાઈલ છે. |
09:42 | જો -i વિકલ્પને છોડી દેવામાં આવે છે, તો ffmpeg તે ફાઈલ ઉપર ઓવરરાઈટ (ફરી લખાણ) કરે છે જ્યારે તે આઉટપુટ ફાઈલ બનાવવા માટે પ્રયત્ન કરે છે. |
09:50 | ffmpeg આઉટપુટ ફાઈલનાં એક્સટેન્શનનાં ઉપયોગથી વપરાશ માટેના આઉટપુટ ફોર્મેટ અને કોડેકને નક્કી કરે છે. જ્યારે કે, આવું આપણે કમાંડ-લાઈન પરિમાણોનાં ઉપયોગ વડે પણ કરી શકીએ છીએ. |
10:03 | આપણે આમાંના કેટલાક વિશે ટૂંકમાં જોશું. આ કમાંડ ખુબજ ઉપયોગી છે એક વિડીયોને એક ફોર્મેટમાંથી બીજામાં બદલવા માટે. |
10:12 | કમાંડ એકઝેક્યુટ (અમલમાં મુકવું) કરવા માટે એન્ટર દબાવો. પણ હું આને છોડી દઈને આગળ વધીશ. |
10:18 | ટર્મિનલ વિન્ડોમાં ffmpeg કમાંડ વાપરવાથી, આપણે વાસ્તવિક મૌખિક ટ્યુટોરીયલમાંથી વિડીયો કંપોનેંટ (ઘટક)ને છૂટ્ટુ કરી શકીએ છીએ. |
10:26 | આમ કરવા માટે, ટાઈપ કરો ffmpeg -i functions.ogv -an -vcodec copy TEST1.ogv |
10:45 | '-an' સ્વીચ આઉટપુટમાંથી તમામ ઓડિયોને આપમેળે રદ્દ કરે છે અને ફક્ત વિડીયો કંપોનેંટને રાખે છે. TEST1.ogv એ આઉટપુટ ફાઈલ છે. |
10:59 | એન્ટર દબાવો. હવે આપણે વિડીયો કંપોનેંટને જુદું કરી લીધું છે જેનો અર્થ એ છે કે વિડીયો મૂળ ઓડિયો રહિત છે. |
11:09 | ચાલો હું અહીં ટેસ્ટ ફોલ્ડર ખોલું. આ રહ્યી Test1.ogv. ચાલો હું આ ફાઈલને ચલાવું. <૫-૬ સેકંડો માટે ચલાવો> |
11:25 | ચાલો હું ફરી એક વખત ટર્મિનલ વિન્ડોને સાફ કરું. હવે ચાલો આપણે ટાઈપ કરીએ કમાંડ - ffmpeg -i functions_hindi.ogv -vn -acodec
copy TEST2.ogg. |
11:54 | '-vn' સ્વીચ આઉટપુટમાંથી વિડીયો નીકાળીને ફક્ત ઓડિયો કંપોનેંટને રાખે છે. આ કમાંડને એકઝેક્યુટ કરવા માટે એન્ટર દબાવો. |
12:04 | હવે આપણે ઓડિયો કંપોનેંટને જુદું કરી લીધું છે જેનો અર્થ એ છે કે આઉટપુટ મૂળ વિડીયો રહિત છે. |
12:12 | ચાલો આપણે તેને ચકાસીએ. ચાલો હું ફરી એક વાર ટેસ્ટ ડિરેક્ટરી ખોલું. આ રહ્યી TEST2.ogg. ચાલો હું આને ચલાવું. <૫-૬ સેકંડો માટે ચલાવો>. ઠીક છે. |
12:26 | તો ચાલો હું આને બંધ કરું. ચાલો ટર્મિનલ વિન્ડો પર પાછા જઈએ. CTRL+L દબાવીને હું ટર્મિનલ વિન્ડો સાફ કરીશ. |
12:35 | હવે ચાલો આપણે જોઈએ કે આપણે કેવી રીતે ઓડિયોનું જોડાણ કરી શકીએ છીએ જેને આપણે મૂળ ટ્યુટોરીયલનાં વિડીયો સાથે સંગ્રહિત કરી હતી. |
12:42 | ટર્મિનલમાં, આપણે ટાઈપ કરીશું - ffmpeg -i TEST1.ogv -i TEST2.ogg -acodec libvorbis -vcodec copy FINAL.ogv. એન્ટર દબાવો. |
13:20 | તે હવે એનકોડ થઇ રહી છે. ચાલો હું ટર્મિનલને સાફ કરું. ચાલો હું ટેસ્ટ ડિરેક્ટરી ખોલું. આ રહ્યી FINAL.ogv જેમ આપણે સંગ્રહિત કરી હતી. |
13:34 | ચાલો હવે હું આ ફાઈલને ચલાવું. <૫-૬ સેકંડો માટે ચલાવો>.શું તે સરળ નથી? |
13:46 | હવે, આપણે એક ડબ ઓડિયોની સાથે મૂળ મૌખિક ટ્યુટોરીયલનો વર્તમાન ઓડિયો બદલી કરવા માટે ફેરફાર કરાવનારા પેકેજો પણ વાપરી શકીએ છીએ જેમ કે KdenLive, Kino, LiVES અને બીજા ઘણા બધા. |
13:59 | આપણા ડબિંગ બદ્દલ ફાળો આપનારાઓ માટે વસ્તુને સરળ બનાવવા, અમે પાઈથનમાં એક GUI એપ્લીકેશન બનાવવાની પ્રક્રિયામાં કાર્યરત છીએ, |
14:06 | જે ઉપરનાં તમામ ffmpeg કમાંડો એકઝેક્યુટ કરે છે - જેવા કે To Extract Audio (ઓડિયોને ખેંચી લેવું), To Extract Video (વિડીયોને ખેંચી લેવું) અને To Merge (જોડાણ કરવું). |
14:15 | એપ્લીકેશન અને આની માટેનાં મૌખિક ટ્યુટોરીયલ ટૂંક સમયમાં આ વેબસાઈટ પર ઉપલબ્ધ થશે. |
14:22 | હમણાં માટે આટલું જ. ચાલો હું તમારી માટે ટ્યુટોરીયલને સંક્ષેપ્તમાં બતાવું. સિનેપ્ટિક પેકેજ મેનેજર વડે એકવાર ઓડેસિટીને સંસ્થાપિત કરો. |
14:30 | મૂળ ટ્યુટોરીયલને સાંભળો અને પ્રત્યેક વાક્યનાં શરૂઆતનાં સમયને નોંધ કરો. ઓડેસિટી ખોલો. નર્રેશન શરૂ કરો અને ધ્યાન રાખો કે વાક્યો વચ્ચે યોગ્ય રીતે પોઝેસ (અટકવાનું) હોય. સાધારણ રીતે, એકી વારમાં રિકોર્ડ કરો. |
14:44 | ઓડિયોને વાક્યોમાં સ્પ્લિટ (ટુકડા કરવું) કરો. પાછળથી શરૂ કરતા, નોંધ કરેલ સમયની સાથે મેળ ખાવા માટે ક્લીપોને સ્લાઈડ (સરકાવવું) કરો. |
14:52 | આ થઇ જાય ત્યારે, ઓડિયો સ્ટ્રીમને ogg ફોર્મેટમાં સંગ્રહિત કરો. ffmpeg કમાંડો (આદેશો)નાં મદદથી, મૂળ મૌખિક ટ્યુટોરીયલમાંથી વિડીયો કંપોનેંટ જુદું કરો. |
15:04 | ડબ કરેલ ટ્યુટોરીયલ બનાવવા માટે ડબ કરેલા ઓડિયોને અને જુદા કરેલા વિડીયો કંપોનેંટને મર્જ (જોડાણ કરવું) કરો. |
15:11 | મૌખિક ટ્યુટોરીયલ પ્રવૃત્તિ એ "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાની એક પહેલ છે જે http://spoken-tutorial.org દ્વારા અનુબદ્ધ છે, IIT Mumbai ખાતે વિકસિત કરાયેલ છે. |
15:25 | આ કાર્ય માટે ભંડોળ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આવ્યું છે. |
15:34 | વધુ માહિતી માટે, "http://spoken-tutorial.org/NMEICT-Intro" ની મુલાકાત લો. |
15:47 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. IIT Mumbai તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |