Spoken Tutorial Technology/Creation of spoken tutorial using recordMyDesktop/Gujarati

From Process | Spoken-Tutorial
Revision as of 17:56, 20 December 2012 by St-admin (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 નમસ્કાર, “How to use recordMyDesktop” આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:05 recordMyDesktop એક મફત અને ઓપન સોર્સ સ્ક્રિનકાસ્ટિંગ સોફ્ટવેર છે જે ઉબુન્ટુ લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કામ કરે છે.
0:13 સ્ક્રિનકાસ્ટિંગ સોફ્ટવેર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ ઉપર ઉપલબ્ધ "How To Use Camstudio" પરનાં મૌખિક ટ્યુટોરીયલને જુઓ.
0:21 મેં પહેલાથી જ gtk-recordMyDesktop આવૃત્તિ ૦.૩.૮ ડાઉનલોડ કર્યું છે અને મારા પીસી (કમપ્યુંટર) પર તેને સીનેપ્ટિક પેકેજ મેનેજર વડે સંસ્થાપિત કર્યું છે.
0:33 ઉબુન્ટુ લીનક્સમાં સોફ્ટવેર કેવી રીતે સંસ્થાપિત કરવું એની વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉપલબ્ધ ઉબુન્ટુ લીનક્સ પરનાં મૌખિક ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
0:43 recordMyDesktop ને એકવાર સફળતાપૂર્વક સંસ્થાપિત કર્યા પછી, મોનીટર અથવા કે સ્ક્રીનની ટોંચ પર આવેલ ઉબુન્ટુનાં મુખ્ય મેનૂ પર જાઓ.
0:51 Applications ઉપર ક્લિક કરો અને પસંદ કરો Sound&Video.
0:55 આ એક કોન્ટેક્સ્ટ મેનૂ (સંદર્ભ મેનૂ) ખોલશે જેમાં તમને મળશે gtk-recordMyDesktop એપ્લીકેશન (કમપ્યુંટરનું સોફ્ટવેર અથવા કે પ્રોગ્રામ). તેનાં પર ક્લિક કરો.
01:02 આ ખોલશે gtk-recordMyDesktop એપ્લીકેશન વિન્ડો.
01:07 મુખ્ય એપ્લીકેશન વિન્ડો રેકોર્ડીંગનાં કેટલાક મૂળભૂત પરિમાણોનાં વ્યાખ્યાયન હેતુ કામ કરે છે, જયારે કે 'ટ્રે'માં આવેલ આઇકોન (ચિહ્ન) પ્રાથમિક તબક્કે તમારી રેકોર્ડીંગોનાં રનટાઈમ કંટ્રોલ (સોફ્ટવેર ચલાવવા હેતુ નિયંત્રણ) માટે વપરાય છે.
01:19 સિસ્ટમ ટ્રે આઇકોનમાં આવેલ નવી એન્ટ્રી (પ્રવેશ થયેલ વસ્તુ) ઉપર ધ્યાન દો - એક લાલ વર્તુળ, જે રેકોર્ડ બટનનું પ્રતિનિધિત્વ કરે છે.
01:27 સિસ્ટમ ટ્રે આઇકોનની ૩ અવસ્થાઓ છે:
  • રેકોર્ડીંગ (રેકોર્ડ કરવું)
  • સ્ટોપ (બંધ કરવું)
  • પાઉઝ (અટકવું)
01:34 જયારે recordMyDesktop ને લોંચ (શરૂ કરવું) કરવામાં આવે છે, ત્યારે આઇકોન (ચિહ્ન) એક રેકોર્ડની નિશાની હશે, દા.ત. એક લાલ વર્તુળ.
01:41 જ્યારે કોઈક રેકોર્ડીંગ શરૂ કરે છે, ત્યારે આઇકોન એક ચોરસમાં બદલી થશે જે થોભવાની નિશાની છે.
01:46 જુઓ અહીં ૨ ચોરસો છે.
01:48 આ એટલા માટે કારણ કે આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું recordMyDesktop ને ઉપયોગમાં લઇ રહ્યો છું.
01:51 રેકોર્ડીંગને અટકાવવાં માટે, અમને ચોરસ પર જમણું-ક્લિક કરવું પડે છે અને આઇકોન પાઉઝ સાઈન (અટકવાની નિશાની) - જે કે બે પાતળા સમાંતર અને ઉભા લંબચોરસોની જેમ દેખાશે, એમાં પરિવર્તિત થઇ જશે.
02:03 રેકોર્ડીંગને પાછી મેળવવા માટે, અમને પાઉઝ નિશાની ઉપર ફરીથી ક્લિક કરવું પડે છે.
02:07 રેકોર્ડીંગને બંધ કરવાં માટે, અમને ચોરસ ઉપર ક્લિક કરવું પડે છે.
02:12 કોઈપણ જાતનાં પરિમાણોને સુયોજિત કરવાં પહેલા, ચાલો હું તમને એક મહત્વપૂર્ણ માહિતી આપું.
02:18 લાલ વર્તુળ બનેલ સિસ્ટમ ટ્રે આઇકોન ઉપર જમણું-ક્લિક કરો. અહીં તમારી પાસે મુખ્ય એપ્લીકેશન વિન્ડોને બતાવવાનાં અથવા છુપાવવાનાં વિકલ્પો છે.
02:26 જ્યારે તમે એક રેકોર્ડીંગ સત્ર શરૂ કરો છો ત્યારે મુખ્ય વિન્ડો પોતાને મૂળભૂત રીતે છુપાવશે.
02:32 આપણે આ વિકલ્પનાં પસંદગી દ્વારા મુખ્ય એપ્લીકેશન વિન્ડોને બતાવવાં માટે પણ પસંદ કરી શકીએ છીએ.
02:37 “Select Area on Screen” એ તમે જે વિસ્તાર રેકોર્ડ કરવાં ઈચ્છી રહ્યા છો તેને વ્યાખ્યાયિત કરવાનો માર્ગ છે.
02:43 આ વિકલ્પની પસંદગી કર્સરને એક ક્રોસપેન (ચોકડી કલમ)માં પરિવર્તિત કરશે જેનાં વડે આપણે સ્ક્રીન પર કેપ્ચર (કબજે કરેલ વસ્તુ)ને દોરી શકીએ છીએ.
02:51 “Quit” વિકલ્પ recordMyDesktop થી બહાર નીકાળે છે, બરાબર મુખ્ય વિન્ડો પરનાં બટનની જેમજ.
02:57 એપ્લીકેશન વિન્ડો પર પાછા આવતા, તમને ડાબી બાજુએ એક નાનો પ્રીવ્યું (પૂર્વદર્શન) વિન્ડો ધરાવતી એક ડીસપ્લે (પ્રદર્શન) પેનલ મળશે.
03:06 તે તમારા ડેસ્કટોપની મોટી કરેલ આવૃત્તિ દર્શાવે છે, જેનો ઉપયોગ રેકોર્ડીંગ વિસ્તારને વ્યાખ્યાયિત કરવા માટે થઇ શકે છે.
03:13 આ પેનલની જમણી બાજુએ તમને વિડીયો ગુણવત્તા અને ઓડિયો (ધ્વની) ગુણવત્તા વધારવાનાં અને ઓછા કરવાના વિકલ્પો મળશે.
03:22 મૂળભૂત રીતે, વિડીયો અને ધ્વની ગુણવત્તા બંને ૧૦૦ પર સુયોજિત હોય છે. આ સુયોજન ખુબજ સારી પ્લેબેક (પાર્શ્વ) વિડીયો ગુણવત્તા ઉપરાંત ધ્વની ગુણવત્તા આપે છે.
03:32 ટ્રેડ-ઓફ, કેવી પણ રીતે, એક મોટું ફાઈલ માપ છે. મૌખિક ટ્યુટોરીયલો બનાવવાં માટે, આપણે વિડીયો ગુણવત્તા ૧૦૦% હોય એની જરૂર નથી કારણ કે તે ફાઈલનું માપ વધારે છે.
03:44 આ પરિમાણોની સાથે કરેલ થોડાક પ્રયોગો તમને એક મહત્તમ ફાઈલ માપ, સરસ વ્યાજબી વિડીયો અને ધ્વની ગુણવત્તા સાથે મેળવવાની પરવાનગી અપાવશે.
03:53 હું વિડીયો ગુણવત્તાને ૫૦ અને ધ્વની ગુણવત્તાને ૧૦૦ ઉપર સુયોજિત કરીશ.
4:00 આ એટલા માટે કારણ કે ધ્વની સ્ટ્રીમ (પ્રવાહ)નું માપ તમારી પરિણામી ફાઈલનો માત્ર એક નાનો ભાગ ફાળવે છે.
4:08 મૂળભૂત રીતે, recordMyDesktop ધ્વની રેકોર્ડ નહી કરશે. ધ્વની કેપ્ચર સક્રિય કરવા માટે, અમને સાઉન્ડ ક્વાલીટી (ધ્વની ગુણવત્તા)ની ડાબી બાજુએ આવેલ બોક્સમાં ચેક (ખુણ કરીને પસંદ કરવું) કરવું પડશે.
4:20 ADVANCED બટનની નોંધ લો. ચાલો તેના પર ક્લિક કરીએ. અહીં બતાવ્યા પ્રમાણે આ એક બીજું ડાઈલોગ બોક્સ (સંવાદ ખાનું) ખોલશે.
4:28 ADVANCED વિન્ડોની ઓછામાં ઓછી એક વાર મુલાકાત લો, જેથી recordMyDesktopનાં વર્તનને વધુ સારી રીતે કસ્ટમાઈઝ (વૈવિધ્યપૂર્ણ) કરી શકાય.
04:35 આ વિન્ડોને જ્યારે તમે બંધ કરો છો ત્યારે આ વિન્ડોમાનાં તમામ વિકલ્પો સંગ્રહિત થાય છે અને લાગુ થાય છે. આ વિન્ડોનાં મુખ્ય મેનૂમાં ૪ વિકલ્પો આવેલ છે.
04:43 પહેલું ટેબ છે Files. અહીં બે વિકલ્પો આવેલ છે.
04:48 હયાત (મોજુદ) ફાઈલો પર ફરીથી લખવાનો એક વિકલ્પ છે, તમે રેકોર્ડીંગ માટે પસંદ કરેલી ફાઈલ સાથે, સરખા સ્થાને એ જ ફાઈલનામ ધરાવતી ફાઈલને મુકો.
04:57 મૂળભૂત રીતે આ વિકલ્પ ટર્ન્ડ ઓફ (બંધ) છે. જેથી કરીને હયાત ફાઈલોને જરા પણ સ્પર્શ કરાયો નથી. તેની બદલીએ એક નવીને તેના ફાઈલનામ પર પોસ્ટફીક્સ્ડ (પહેલાથી સુયોજિત) એક ક્રમાંક સાથે સંગ્રહિત કરાય છે.
05:10 તેથી, જો તમે તમારી રેકોર્ડીંગને recording.ogv તરીકે, તમારી હોમ ડિરેક્ટરી (ઘર નિર્દેશિકા)માં સંગ્રહિત કરવા માટે પસંદ કરો છો અને એના જેવી એક ફાઈલ ત્યાં પહેલાથી જ હોય,
05:18 તો નવીવાળી recording-1.ogv તરીકે સંગ્રહિત થશે. જો recording-1.ogv અસ્તિત્વ ધરાવે છે, તો નવી ફાઈલનું નામ recording-2.ogv જેમ હશે અને એજ રીતે આગળ.
05:31 ચાલો હું Advanced ટેબને ફરીથી ખોલું. જો “Overwrite Existing Files” વિકલ્પ ટર્ન્ડ ઓન (ચાલુ) હોય, તો હયાત ફાઈલો વિના કોઈ સંકેત આપ્યા વગર રદ્દ થઇ જાય છે.
05:41 તેથી, અમને તેના વિશે કાળજી લેવી પડશે. “Working Directory” વિકલ્પ એક સ્થાન છે જેમાં કામચલાઉ ફાઈલો રેકોર્ડીંગનાં દરમ્યાન સંગ્રહિત થાય છે.
05:50 આ ફક્ત ત્યારે લાગુ થાય છે જ્યારે તમે Encoding on the Fly કરી રહ્યા ન હોય.
05:55 આગળનું ટેબ છે Performance. અહીં ૫ વિકલ્પો છે. “Frames per second” સુયોજિત કરવાની ખાતરી કરી લો.
06:02 આ માપદંડો માટે ૨ ફ્રેમો પ્રતિ સેકંડ એક સારું સુયોજન છે. જયારે કે, ઉચ્ચ એનિમેશન વિડીયો માટે, ૧૫-૨૦ ફ્રેમો પ્રતિ સેકંડ વચ્ચેનો કોઈપણ ક્રમાંક સુયોજિત કરી લો.
06:12 “Encoding on the Fly” વિકલ્પ recordMyDesktopને કેપ્ચર દરમ્યાન એનકોડ કરવાનું જણાવે છે.
06:19 મૂળભૂત રીતે, તે ઓફ (બંધ) હોય છે. આ ત્યારે ઉપયોગી નીવડે છે જયારે તમને ઉચ્ચ fpsની જરૂર નથી હોતી, અથવા કે તમે એક નાના વિસ્તારને કેપ્ચર કરી રહ્યા હોવ છો.
06:28 પણ જો તમને અતિ નાના ન હોય એવા વિસ્તારની સરળતાથી રેકોર્ડીંગ જોઈતી હોય, તો તમને આ વિકલ્પને ઓફ (બંધ) કરવું જોઈએ.
06:34 પહેલા બતાવ્યા પ્રમાણે, આ વિકલ્પને વાપરતી વખતે, ઓડિયો અને વિડીયો બંને ગુણવત્તા ૧૦૦% પર સુયોજિત હોવી જોઈએ.
06:42 “Zero Compression” ટેબ કેશ (તાત્પુરતી મેમરી)નાં સંકોચન ઉપર નિયંત્રણ રાખે છે. “Quick Subsampling” કલરસ્પેસ ટ્રાન્સફોર્મેશન (રંગજગ્યા રૂપાંતરણ)ની ગુણવત્તાનું ધ્યાન રાખે છે. આપણે તેમને જેમ છે તેમજ છોડીશું.
06:55 “Full shots At Every Frame” સંપૂર્ણ કેપ્ચરને સક્રિય કરે છે. મૂળભૂત રીતે, તે ટર્ન્ડ ઓફ (બંધ) હોય છે.
07:02 ત્રીજું ટેબ છે Sound. “Channels” વિકલ્પ પરિણામી ઓડિયો સ્ટ્રીમમાં ચેનલોની સંખ્યાને સુયોજિત કરે છે.
07:10 તે ૧(મોનો) અથવા ૨(સ્ટીરીયો) હોઈ શકે છે. માઈક્રોફોન દ્વારા રેકોર્ડ કરતી વખતે, એક કરતા વધુ ચેનલોને પસંદ કરવું સંપૂર્ણપણે બિનજરૂરી છે અને એ ફક્ત તમારી આઉટપુટ ફાઈલનું માપ વધારશે.
07:24 “Frequency” સુયોજન, એક રેકોર્ડીંગની ઓડિયો (ધ્વનિ) ગુણવત્તા માટે કદાચ સૌથી વધુ પરિભાષિત પરિબળ છે.
07:30 ૨૨૦૫૦ એ મૂળભૂત છે, જે એક સ્પીચ (ભાષણ) માટે જોઈએ એના કરતા પુરતુ છે, પણ જો તમે સંગીત રેકોર્ડીંગ કરી રહ્યા છો, તો તમને ૪૪૧૦૦ વાપરવાની જરૂર પડી શકે છે.
07:40 “Device” “plughw:0,0” પર સુયોજિત થવું જોઈએ જેથી કરીને તમને ચેનલો અને ફ્રીકવેન્સી (આવર્તન) મૂલ્યોનાં ચોક્કસ નિયંત્રણ મળે.
07:54 અને ત્યાર પછીથી જ ઓડીયો (ધ્વનિ) સરળતાથી ચાલશે, કોઇપણ જાતનાં ભંગાણ અથવા કૂદકા વિના. “default”ને નાના વર્ણાક્ષરોમાં ટાઈપ કરવાથી પણ ચાલી જશે.
08:05 જો તમે રેકોર્ડીંગ માટે બાહ્ય જેક વાપરી રહ્યા છો, તો આ બોક્સને ચેક કરો.
08:11 ચેનલો, ફ્રીક્વેન્સી અને ડિવાઇઝ ફીલ્ડો નિષ્ક્રિય રહેશે. આ સુયોજનો હવે જેક સર્વર દ્વ્રારા પૂરા પાડવામાં આવ્યા છે.
08:19 જેક કેપ્ચર સક્રિય કરતા પહેલા, તમને આની ખાતરી કરી લેવી જોઈએ કે જેક સર્વર ચાલી રહ્યું છે કે નહી.
08:25 છેલ્લું ટેબ છે Miscellaneous. અહીં વિવિધ વિકલ્પો છે જે ખુબ જ ઓછા વારંવાર વપરાતા હોય છે.
08:34 Follow Mouse વિકલ્પ અહીં મહત્વનું વિકલ્પ છે. જયારે ચેક કરવામાં આવે છે ત્યારે કેપ્ચર વિસ્તાર કર્સરને તે જ્યાં જ્યાં સ્ક્રીન પર ખસેડાય છે ત્યાં ત્યાં અનુસરે છે.
08:43 જયારે ચેક હોતું નથી, ત્યારે કેપ્ચર વિસ્તાર કર્સરની ચળવળ છતાં સ્થિર રહે છે. હું તમને આનો નમૂનો જલ્દીજ આપીશ.
08:53 ચાલો હું સ્ક્રીન પર આઉટલાઈન કેપ્ચર વિસ્તારને પણ તપાશું.
08:58 આપણે આ વિન્ડોને હવે બંધ કરીશું. યાદ રાખો, તમામ સુયોજનો સંગ્રહિત થશે જેમ આપણે આ વિન્ડોને બંધ કરીશું.
09:06 ડિસ્પ્લે પેનલનાં પ્રિવ્યુ વિન્ડોમાં ચાલો આપણે આપણી નમૂના રેકોર્ડીંગ માટે એક કેપ્ચર વિસ્તાર દોરીએ.
09:14 ડાબું માઉસ બટન દબાવી રાખીને ખસેડો. બટન મુક્ત કરો.
09:20 તમે પ્રિવ્યું વિન્ડોમાં એક નાનો લંબચોરસ અને તમારી સ્ક્રીન ઉપર એક મોટો લંબચોરસ મેળવશો. આ વાસ્તવિક કેપ્ચર વિસ્તાર છે.
09:30 આ લંબચોરસ દરમ્યાન તમામ પ્રવૃત્તિઓ નમૂના રેકોર્ડીંગમાં કેપ્ચર થશે. હવે, ચાલો આપણે નમૂના રૂપે રેકોર્ડીંગ કરીએ.
09:39 હું રેકોર્ડ આઇકોન ઉપર ક્લિક કરીશ. નમસ્કાર અને recordMyDesktop નાં ઉપયોગ વડે ડેમો (નમૂનો) રેકોર્ડીંગમાં તમારું સ્વાગત છે.
09:48 મૌખિક ટ્યુટોરીયલ બનાવવું કેટલું સરળ છે તે દર્શાવતી આ એક ડેમો (નમૂનો) રેકોર્ડીંગ છે.
09:54 ક્લિક કરો Applications - પસંદ કરો office - wordprocessor. ચાલો હું અહીં DEMO ટાઈપ કરું અને રેકોર્ડીંગને બંધ કરવા માટે ચોરસ આઇકોન પર ક્લિક કરું.
10:16 recordMyDesktop હવે એક ફિલ્મને 'Ogv' બંધારણમાં એન્કોડિંગ અને ઉત્પાદિત કરી રહ્યું છે.
10:24 ચાલો હું ઓપન ઓફીસ રાઈટર બંધ કરું. એન્કોડિંગ પૂર્ણ છે અને ફિલ્મ હવે તૈયાર છે. ચાલો આપણે તેને તપાસીએ.
10:31 હોમ (ઘર) ફોલ્ડરમાં આપણે આઉટપુટ 'Ogv' ફાઈલ મેળવીશું. હોમ ફોલ્ડર ઉપર ક્લિક કરો, આ રહ્યી, આ આપણી ડેમો રેકોર્ડીંગ છે. ચાલો આને ચલાવીએ.
11:14 તો, મને આશા છે કે આ ટ્યુટોરિયલમાં અપાયેલ માહિતી તમને તમારા કમ્પ્યુટર પર recordMyDesktop વાપરવા માટે મદદ કરશે.
11:21 આ મફત અને મુક્ત સ્ત્રોત સોફ્ટવેર સંસ્થાપિત કરો અને તેનો ઉપયોગ ઓડિયો-વિડીયો ટ્યુટોરીયલો અને તમારા પોતાના ઑનલાઇન દ્રશ્ય શિક્ષણ મોડ્યુલો બનાવવા માટે કરો.
11:30 મૌખિક ટ્યુટોરીયલ પ્રવૃત્તિ એ "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાની એક પહેલ છે જે http://spoken-tutorial.org દ્વારા અનુબદ્ધ છે, IIT Mumbai ખાતે વિકસિત કરાયેલ છે.
11:42 આ કાર્ય માટે ભંડોળ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આવ્યું છે.
11:51 વધુ માહિતી માટે, "http://spoken-tutorial.org/NMEICT-Intro" ની મુલાકાત લો.
12:01 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. IIT Mumbai તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોવાં માટે આભાર.

Contributors and Content Editors

St-admin